MY VILLAGE - PADANA





                                                        મારુ ગામ પડાણા




               મારું ગામ પડાણા.ધંધુકા થી ૪.૫ કી.મી દુર આવેલું છે. આપણે આ ગામ ના ઇતિહાસ ને વિસ્તાર થી સમજીએ. એવું કહેવાય છે, કે ધંધુકા કોળી ના વડા સોનગ મહેદ ના તેર પુત્રો પૈકી ના બીજા પુત્રો ધન અથવા ઢંઢેર મેર અથવા તેના સ્થાને તેનું નામ લઇ ને આ નગર નું નામ રાખવામાં આવેલું હોય તેમ કહેવામાં આવે છે. જે પ્રારંભિક સમય માં સિંધ થી ગુજરાત માં આવ્યા હતા.ર્સ્મ્માંલા માં કોઈ વિશિષ્ટ વર્ષ નો ઉલ્લેખ નથી. એલેક્ઝંદેર કિન્લોક ફોબર્સ દ્વારા એવું માનવામાં આવે છેકે ધન મરે આ શહેર ને કૃષ્ણ ને આપી દીધું હતું.૪૦૦ વાળા બ્રામ્હણ શરણાર્થી ઓના એક પક્ષ ને ભેટ આપ્યો હતો.ચૌલુક્ય રાજવંશના શ્રી ધંધી પછી કહેવાયા, જેમણે મુળરાજ ચૌલુક્ય ના પૂર્વગામી ની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.
બારમી સદીમાં ધંધુકા મહાન જૈન શિક્ષક હેમચન્દ્ર ના જન્મસ્થળ તરીકે જાણીતું બન્યું. તેમના માનમાં ચૌલુક્ય રાજા કુમારપાળ (૧૧૪૩-૧૧૭૪) તેમના જન્મસ્થળ ઉપર સ્થાયી થયા હતા.તે ઉપરાંત ૧૧૭૪ માં ચુડાસમા રાજપૂત જુનાગઢ થી અહી આવીને શાશન કરેલ ત્યારબાદ મુસ્લીમો અને મરાઠાઓ હેઠળ ધંધુકાએ પોતાના સ્થાન ને દેશમાં મોટા નગર તરીકે રાખ્યું હતું.બ્રિટીશકાળ દરમિયાન ધંધુકા ને ધોળકા સાથે જોડી દેવામાં આવ્યું.
આ સમયગાળા દરમિયાન પડાણા ગામ ગાંફ સ્ટેટ ઠાકોર સાહેબ મનહરસિંહજી ના તાબાનું છેલ્લું ગામ ગણવામાં આવતું હતું.ત્યારે આ ગામમાં વણિક,કુંભાર,બ્રામ્હણ,વૈષ્ણવ,સુથાર,કોળી મુસ્લિમ,ક્ષત્રિય, જેવી વિવિધ જ્ઞાતિઓ રહેતી હોવાના પુરાવા જોવા મળે છે.પરંતુ અત્યારે અહી મુસ્લિમ,કોળી,રજપૂત,દલિત, ભરવાડ વગેરે જેવી જ્ઞાતિઓ રહેતી જોવા મળે છે.
આ ગામ ધંધુકા થી માત્ર ૪.૫ કી.મી. દુર આવેલ છે. ગામ ના મોટા ભાગના યુવાનો મહેનત મજદુરી માટે ધંધુકામાં આવતા જોવા મળે છે. ધંધુકાના દરેક મોટા વેપારીને ત્યાં પડાણા ગામ ના યોવાનો અચૂકપણે જોવા મળે છે.જેમાં મોટા ભાગ ના યુવાનો ૧૦ કે ૧૨ પાસ હોવાનું જાણવા મળે છે.પડાણા ગામના દરેક યુવાન પોતાની આવડત અને ઈમાનદારી થી મહિનામાં અંદાજીત ૧૦ થી ૧૨ હજાર નું કામ કરે છે.પણ તેમનો એક મહિનાનો પગાર ૪૦૦૦ થી ૫૦૦૦ થી વધુ આપવામાં આવતો નથી.છતાં પડાણા ગામનો યુવાન ઈમાનદારી પૂર્વક કામ કરે છે.
પડાણા ગામમાં ૨૫-૩૦ ગ્રેજ્યુએટ યુવાનો બેરોજગાર છે. ગામના મોટા ભાગ ના શિક્ષિત યોવાનો જેમાં ગ્રેજ્યુએટ યુવાનો પણ સમાવેશ થાય છે, તેવા યુવાનો રોજગાર ન હોવાથી ખેતી,હીરા,તેમજ બીજી છુટક મજુરી માં જોવા મળે છે. જે આપના માટે અને આપના દેશ માટે એક અપમાન જનક બાબત છે. પડાણા ગામની ખેતી પુરેપુરી વરસાદ પર નિર્ભર છે.સરકાર દ્વારા બનાવવામાં આવેલ કેનાલ ના કામમાં મોટા છબરડા હોવાથી કેનાલ બનાવ્યા ના એક મહિનામાંજ કેનાલ માં મોટા ગાબડા પડી ગયા.અને કેનાલ ને બંધ કરી દેવામાં આવી.જેથી પડાણા ગામ ના ખેડૂતો ની સ્થિતિ હતી તેવી થઇ ગઈ. ગામ ની આજુબાજુ કોઈપણ સરકારી કે ખાનગી ઉધોગ ન હોવાથી આ ગામ ના યુવાનોને મજદુરી કરીને ગુજરાન ચલાવવું પડે છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે પડાણા ગામની કુલ વસ્તી ૩૨૫૯ હતી .છતાં આ ગામમાં કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,કોઈ દવાખાનું નથી. ગામની અંદર એક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. ગામની અંદર માધ્યમિક શાળા ની વર્ષો જૂની માંગણી છે. ગામ ની જે પ્રાથમિક શાળા છે તેમાં પણ શિક્ષણ ખાડે ગયેલું છે. આ ગામ હંમેશા વિકાસના દરવાજા પર ટકોર મારતો આવ્યો છે.


FOLLOW ON YOUTUBE






Previous Post Next Post